વર્તમાન સમયમાં સ્ત્રી-પુરુષ દરેકની બદલાયેલી જીવનશૈલીથી ઉત્પન્ન થતી મોટાભાગની સમસ્યાઓનું સચોટ અને સાત્વિક નિરાકરણ માત્ર યોગ પાસે છે
હાલની પ્રકૃતિથી વિમુખ થયેલી મનુષ્યની જીવનશૈલી જેટલી જ ભૌતિક સુખ-સુવિધા પ્રાપ્ત કરવા મથામણ કરતી કે સતત કોઈ હરીફાઈમાં ટકી રહેવા માટે રચીપચી રહેલી જોવા મળે છે. હવે એક તરફ સ્ત્રી પુરુષ સમોવડી બની ગઈ છે. સ્ત્રીના જીવનમાં એટલી જવાબદારીઓ હોય છે કે તે નિરાંતે સુઇ પણ શક્તી નથી. સવારે વહેલું ઊઠીને બાળકો માટે નાસ્તા, ટિફિન બનાવા, ઘરના કામ વગેરેમાં તે અનિંદ્રાનો ભોગ બને છે. અનિંદ્રાના કારણે વાયુની તકલીફ ઊભી થતી હોઈ છે. આ ઉપરાંત માતૃત્વ ધારણ કરે ત્યારથી બાળકને જન્મ આપ્યા બાદ અસહ્ય પિડા વેઠવી પડતી હોય છે.
સ્ત્રીના અંગોને પૂરી જિંદગી મજબૂત બનાવી રાખવા માટે યોગા મહત્વનો ભાગ ભજવે છે. યોગા કરવાથી શરીર-હાડકાં મજબૂત બને છે. સવારમાં ઊઠીને સૌથી પહેલા યોગા કરવાથી શરીરમાં જોમ-જુસ્સો આવે છે. શરીર સ્ફૂર્તિલુ લાગે છે. આપણી અંદર એક નવી તાજગી આવી ગયાનો અહેસાસ થાય છે. તન અને મનના સ્વાસ્થ્ય માટે યોગ તો સંજીવની સમાન છે.
સમગ્ર વિશ્વમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015માં ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી આ વર્ષની યોગ દિવસની ઉજવણી સુધીમાં અનેક મહિલાઓને યોગથી ઘણા લાભ થાય છે. અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓમાંથી છુટકારો માત્ર યોગ કરવાથી જ મળી શક્યો હોય તેવા અનેક દાખલા આપણી સમક્ષ છે. એટલું જ નહીં, યોગ ક્ષેત્રે મહિલાઓને રોજગારી પણ મળતી થઈ છે. શાળાઓમાં યોગ શિક્ષક તરીકે તો પર્સનલ યોગ ટ્રેનર તરીકે નારીશક્તિનું પ્રદાન સમાજને નીરોગી રાખવા માટે નોંધનીય છે.
コメント